કરી જોઈએ….

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ
રામાયણમાં રહિમ અને કુરાનમાં ક્રિષ્ન લખી જોઇએ

ફર્ક શું પડશે એમાં એમની મહાનતાને ?
અદલાબદલી થોડી ઉપરવાળાની કરી જોઇએ

આઝાન પછી મંદિરના ભૂંગળે દેવાય
મસ્જીદે આરતી અલ્લાહની કરી જોઇએ

મૂર્તિ આગળ મહોમ્મદની પ્રેમથી
ચાલીસા પયગંબરની કરી જોઇએ

– હાર્દિક યાજ્ઞીક

કોઈ મુબારક રમઝાનના દિવસે
નમાઝ કૃષ્ણ નામની પઢી જોઈએ

જયાં ન હોય કોઈ બંધન ને ફતવા
ચાલ ને એવો ધર્મ જીવી જોઈએ

– હાર્દિક યાજ્ઞીક

Add a Comment

Your email address will not be published. Required fields are marked *