મુક્તપંચિકા: 14/07/06

.

મુક્તપંચિકા

જંગી જંગલ

કોંક્રીટના આ

શહેરમાં, સહસા

આજે નમણું

તરણું કોળ્યું!

……

ધગતે હૈયે

અતીત જાગે!

યાદો પીગળે આંખે,

આંસુ થઈને

ગાલે સરકે!

……


*** હરીશ દવે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *